અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે આ વર્ષે અદાણીને મોટો ઝટકો આપ્યો છે. હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટના કારણે અદાણીને કરોડોનું નુકસાન થયું હતું. અદાણીની કંપનીના શેર સતત ઘટી રહ્યા હતા. હવે તેને અમેરિકન સરકારની તપાસમાં ક્લીનચીટ મળી છે. અમેરિકી સરકારે અદાણી વિરુદ્ધ હિંડનબર્ગના અહેવાલને ફગાવી દીધો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી માટે સારા દિવસો શરૂ થયા છે. અદાણી તેની કંપનીનું સતત વિસ્તરણ કરી રહ્યા છે.
અદાણીએ તાજેતરમાં બીજી કંપની ખરીદી છે. અદાણીએ મીડિયા સેક્ટરમાં વિસ્તરણ કર્યું છે. ગૌતમ અદાણીએ ન્યૂઝ એજન્સી IANS (IANS India) ખરીદી લીધી છે.