કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરાતા ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હરરાજી બંધ કરાવાયેલ ત્યારબાદ વેપારીઓ અને ખેડૂતોની મિટિંગ બાદ ફરી હરરાજી શરૂ થયેલ ત્યાં આજે એક ખેડૂત સંગઠન દ્વારા યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવેલ જેમાં ડુંગળીની હરરાજી બંધ કરાવાઇ હતી.
ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા સહિત ખેડૂત આગેવાનો દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતોને ભેગાકરી હોદ્દેદારોને સાસદને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. અને નિકાસ પર પ્રતિબંધ મુકાતા ડુંગળી પકવતા ખેડૂતોને ભારે નુકશાન થઈ રહ્યું હોય તાત્કાલિક પ્રતિબંધ હટાવવા માગ કરાઇ હતી. માંડ ડુંગળીની હરરાજી શરૂ થઇ શકી છે ત્યાં આ વિરોધદર્શક કાર્યક્રમના કારણે ખેડૂતોમાં કચવાટ વ્યાપ્યો હતો. જા કે, આ કાર્યક્રમ બાદ ફરી ડુંગળીની હરરાજી શરૂ કરવામાં આવી હતી.