લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં INDIA ગઠબંધનની બેઠક મળશે. દિલ્હીમાં અશોક હોટલમાં યોજાનાર INDIA બ્લોકની ચોથી બેઠક દરમિયાન સીટ વહેંચણી અને આગળના કાર્યક્રમ પર વાતચીત થશે.
વિપક્ષી ગઠબંધન INDIA ગઠબંધનની બેઠકના એક દિવસ પહેલા સાંજે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મળવા પહોંચ્યા હતા. આ પ્રસંગે વિપક્ષી ગઠબંધનના અન્ય નેતા પણ તેમની સાથે હતા. વર્તમાન સ્થિતિ અને ગઠબંધન મજબૂત કરવાને લઇને બન્ને નેતાઓમાં ચર્ચા થઇ છે. આ પહેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. ટીએમસી સાંસદ અને મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીના સાઉથ એવેન્યૂના ઘરે લગભગ 45 મિનિટ બેઠક થયેલી ચર્ચા પર કેજરીવાલે કોઇ ટિપ્પણી કરી નહતી.
મહાગઠબંધનની દિલ્હીમાં યોજાનારી બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચેલા આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, વિપક્ષી દળોનું ગઠબંધન ઇન્ડિયા આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાની બહાર કરી દેશે. આ બેઠકમાં તમામ સહયોગી પક્ષ એક સાથે બેઠશે અને 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરશે.
નરેન્દ્ર મોદીના ફરી સત્તામાં પરત ફરવાના દાવાને લઇને પૂછવામાં આવેલા સવાલ પર નારાજગી વ્યક્ત કરતા રોજ આ વાત પૂછે છે કે શું છે નરેન્દ્ર મોદી, આવશે તો આવે. મહાગઠબંધનની બેઠકમાં અમે તમામ પક્ષ જઇ રહ્યાં છીએ. મળીને લડીશું અને તેમણે હટાવીશું.