વેજલપુર પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારી સાથે અયોગ્ય વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે સસ્પેન્ડનો આદેશ કર્યો છે. સોશિયલ મીડીયા પર થયેલી બોલાચાલી બાદ લેવાયો કમિશ્નરે આ નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.રાજવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજવીએ ACP વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હતી. વોટ્સઅપ ગ્રુપમાં PIએ અપમાનજનક ટીપ્પણી કરી હતી. ઝોન 1 DCPએ આ મામલે તપાસ બાદ રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.રાજવીને સસ્પેન્ડ કર્યા છે.