ભાવનગરમાં છેલ્લા એકાદ વર્ષથી મ્યુ. કમિશનર ઉપાધ્યાયે ગેરકાયદે દબાણોને શોધી શોધીને દુર કરવાનું અભિયાન છેડ્યું છે ત્યારે નગરજનોને પણ દબાણોથી મુક્ત શ્વાસ લેવાનું ગમી રહ્યું છે અને હવે શહેરના જાગૃત નાગરિકો જ પોતાની આજુબાજુમાં તેમજ સોસાયટીમાં થયેલા ગેરકાયદે દબાણો મામલે અવાજ ઉઠાવી રહ્યા છે. શહેરના હાદાનગરમાં શિવશÂક્ત સોસાયટીમાં અલગ અલગ શેરીઓમાં દબાણોની ભરમાર થતા ખુદ પ્રમુખે જ મ્યુ. તંત્રના કાને વાત નાખી હતી આથી આજે તંત્રવાહકોએ ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યું હતું.
હાદાનગર શિવશÂક્ત સોસાયટીમાં ૧૨ મીટરનો રોડ દબાણકર્તાઓએ દબાવી દઇ ૫૦ ટકા સુધી રસ્તામાં ઘરના ઓટલા, દાદરા, શેડ વિગેરે ખડકી દેતા સ્થાનિક લોકોને વાહન લઇને નિકળવામાં ખુબ અગવડ પડતી હતી. શહેરને દબાણ મુક્ત કરવા કમિશનર ઉપાધ્યાય કમર કસી રહ્યા છે ત્યારે સ્થાનિક રહિશોને પણ આ દબાણો હટવાનો આશાવાદ જાગતા તંત્રને ફરિયાદ કરાઇ હતી. આખરે આજે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલે દોડી જઇ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી કેબીન, દાદર, શેડ વિગેરે જપ્ત લઇ તેમજ ઓટલાઓ પર હથોડા વિંઝવાનું શરૂ કર્યું હતું જેના પગલે દબાણકર્તા તત્વોમાં દોડધામ મચી હતી અને જાહેર રસ્તામાં નડતરરૂપ બને તે રીતે મુકેલ માલ-સામાન હાથવગો કરવા લાગ્યા હતાં.