આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની બેઠક શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે. આ કમિટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, મુકુલ વાનસિક અને મોહન પ્રકાશના નામ સામેલ છે. વાસનિકને સંયોજક બનાવાયા છે. અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને એવા સમયે નેશનલ એલાયન્સ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો હતો.