ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે કહ્યું છે કે જો કોઈ દુશ્મન તેને પરમાણુ હથિયારો ને લઇ ઉશ્કેરવનો પ્રયાસ કરશે તો પ્યોંગયાંગ પરમાણુ હુમલો કરતા ખચકાશે નહીં. KCNA ન્યૂઝ એજન્સી અનુસાર, કિમ જોંગે આ નિવેદન ત્યારે આપ્યું હતું જ્યારે તે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલના તાજેતરના પ્રક્ષેપણ અભ્યાસ અંગે સૈનિકોને મળી રહ્યા હતા.
કિમ જોંગ ઉને કહ્યું કે આ વખતે તેમની દૃઢ સૈન્ય પ્રવૃત્તિ અને પરમાણુ વ્યૂહરચના… આક્રમક જવાબી કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કોઈ દુશ્મન અમને ઉશ્કેરશે તો અમે (ઉત્તર કોરિયા) પરમાણુ હુમલો કરતા જરા પણ અચકાઈશુ નહીં.”
ઉત્તર કોરિયાએ કહ્યું કે તેણે યુએસની વધતી દુશ્મનાવટ સામે તેની પરમાણુ શક્તિ વધારવા માટે સોમવારે તેની નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા આ પરીક્ષણની નિંદા કરવામાં આવી હતી. સમાચાર અનુસાર, અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે મળીને પરમાણુ યોજના બનાવી રહ્યા છે તે જોતા ઉત્તર કોરિયા આ પ્રક્ષેપણ દ્વારા પોતાની તાકાત બતાવી રહ્યું છે.