ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિએન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિએન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યમાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.