સંસદ હુમલાની વર્ષગાંઠ પર ચૂક કેસમાં પોલીસે નીલમ, લલિત ઝા, મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ શિંદે અને મહેશ કુમાવતની ધરપકડ કરી છે. તમામ આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, લોકસભામાં ઘૂસણખોરી કરનારા તમામ આરોપીઓ એક વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા હતા. આ ગ્રુપમાં 7- 8 સભ્યો હતા. તમામ આરોપીઓએ આ જૂથમાં ઘૂસણખોરીની યોજના બનાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે કે આ જૂથ સાથે કોઈ સંકળાયેલું છે કે નહીં.
આ ઉપરાંત દિલ્હી પોલીસ તે સિમકાર્ડ પણ ફરીથી જારી કરવા જઈ રહી છે, જેને આરોપીઓએ તોડીને ફેંકી દીધું હતું. આની મદદથી આરોપી દ્વારા મોકલવામાં આવેલા ઈમેલને એક્સેસ કરી શકાય છે. ઈમેલ એક્સેસ કરવા માટે દિલ્હી પોલીસ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ની મદદ લેશે.