LPG સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેને યથાવત્ રખાયા છે.
ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ 16 નવેમ્બરે 19 કિલોવાળા સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો.