કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગઈકાલે નવા 11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે.
અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે. ત્યારે રાજકોટ કોર્પોરેશને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે. એમાં લોકોને બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો એવો ઉલ્લેખ કર્યો છે. કોરોના સામે લડતા હોસ્પિટલ તંત્ર સજ્જ છે.