ચેક રિપબ્લિકની ચાર્લ્સ યુનિવર્સિટીમાં ગુરુવારે રાત્રે ફાયરિંગ થયું હતું. પ્રાગ પોલીસના જણાવ્યા અનુસાર 15 વિદ્યાર્થીઓ માર્યા ગયા છે. 30 ઘાયલ છે અને તેમાંથી 13ની હાલત ગંભીર છે. હુમલાખોર પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે.
ઈમરજન્સી સર્વિસના એક નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક ફૂટેજમાં વિદ્યાર્થીઓ ફાયરિંગ કરીને ભાગતા જોઈ શકાય છે. સીએનએનએ યુનિવર્સિટીને ટાંકીને કહ્યું કે પોલીસે હુમલાખોરને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. જેના જવાબમાં તેણે પોલીસ પર પણ ફાયરિંગ કર્યું હતું. તેને કેટલીક ગોળીઓ વાગી હતી. હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત થયું હતું.