ગાંધીનગર ખાતે ‘ગિફ્ટ સિટી’ના કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ અધિકૃત રીતે આવતા મુલાકાતીઓને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણય સાથે જ ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસો અને તેની આસપાસની જમીનના ભાવ ઉંચકાશે.
ગિફ્ટ સિટી સરકારનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. હવે ત્યાં પરમિટધારકોને દારૂ પીવાની છૂટ આપવામાં આવતાં જ ગિફ્ટ સિટીની આસપાસની જમીનના ભાવ જાણવા માટેની પૂછપરછ રોકાણકારો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં એવી પણ કોમેન્ટ વાયરલ થઇ હતી કે, ગિફ્ટ સિટી તો સિર્ફ ઝાંકી હૈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી-ડાયમન્ડ બુર્સ-વ્હાઇટ રણ અભી બાકી હે.