ભાવનગર શહેર ઘોઘારોડ પોલીસ ટીમનો કાફલો ગઈકાલે રાત્રિના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ૧૪ નાળા કંસારાના કાંઠે સ્ટ્રીટ લાઈટના અજવાળા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ તથા મોબાઇલ સહિત મુદ્દા માલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટાફ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે ૧૪ નાળા, કંસારાના કાંઠે સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગોળ કુંડાળું વળી લાઈટના અજવાળે જુગાર રમતા સોહીલ ઈકબાલભાઈ પઠાણ, ભુપેન્દ્રભાઈ મનીષભાઈ ગોહિલ, સાહિલ હનીફભાઈ કળદોરીયા, ભાવેશભાઈ રાજુભાઈ કુકડીયા, આશિષભાઈ ઈકબાલભાઈ સૈયદ, રોહિત ઉર્ફે કાળો બારૈયા તથા મિતેશ ઉર્ફે મિતલો બારૈયા સહિતની રોકડ ?૧૦,૨૦૦ તથા પાંચ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૩ હજાર મળી કુલ રૂપિયા ૩૩,૨૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન બે શખ્સો નાસી છૂટ્યા હતા જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.