દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.સી.જાડેજાના માર્ગદર્શન તળે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે તળાજાના પ્રતાપરા ગામમા બોડીયાર તરીકે ઓળખાતી વાડી વિસ્તારમાં એક શખ્સ ચોરાયેલ મોટરસાયકલ રાખેલી છે અને તેઓ ચોરી કરેલ અથવા છળકપટથી લાવેલ છે. દાઠા પોલીસ ટીમ તાત્કાલિક પ્રતાપરા ગામે બાતમી વાળી જગ્યાએ ત્રાટકી હતી. અને તપાસ કરતા બે મોટરસાયકલ મળી આવેલ અને આ શખ્સ પાસે દાઠા પોલીસે પુરાવા માંગતા પુરાવા ન મળતા આ મોટરસાયકલ ચોરી કરેલ હોવાની શંકા જતા આ શખ્સને ઝડપી મોટરસાયકલ સાથે દાઠા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને કડક પુછપરછ હાથ ધરતા આ શખ્સે કબુલાત આપેલ કે આ મોટરસાયકલ તેનો મિત્ર અશ્વીન રહે. અગયાળી, તાલુકો સિહોર. વાળો આપી ગયેલ હોવાનુ જણાવેલ.
પોલીસે એક ટીમ ત્યા રવાના કરેલ અને અગિયાળી ગામે દાઠા પોલીસે તપાસ કરતા ત્યા આ શખ્સ અને ચોરાયેલ વધુ ત્રણ મોટરસાયકલ સાથે મળી આવતા તેની ધરપકડ કરી મુદ્દામાલ સાથે દાઠા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને વધુ પુછપરછ કરતા આ શખ્સોએ ભાવનગર બોરતળાવ અને નીલમબાગ વિસ્તારમાથી ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપતા ભાવનગર પોલીસને જાણ કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી.
ઝડપાયેલ આરોપીઓમા પ્રતાપરા ગામનો અરવિંદ હિમ્મતભાઈ ગુજરીયાં ઉ.વ. ૨૪ ધંધો મજુરીકામ રહે.તળાજા અને અશ્વિન કુબેરભાઈ દવે ઉ.વ.૨૫ રહે.અગિયાળી, તાલુકો સિહોર. વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ રહી છે આ કામગીરીમાં મહુવા ડીવાય એસપી સરવૈયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ વી.સી જાડેજા, તથા સ્ટાફના ભાવેશભાઈ બારૈયા, રમેશભાઈ ગોહીલ, જયરાજસિંહ, દિગ્વિજયસિંહ, બળદેવભાઈ, ચેતનભાઈ સહિત જોડાયેલ. (તસવીર, મથુર ચૌહાણ)