તળાજાના પાવઠી ગામના ગૌવંશ રક્ષકોને પોતાના જ ગામમાંથી ગૌવંશની કતલ, હેરાફેરીની મળેલ બાતમીને લઈ ગુરૂવારે રાત્રે વોચ ગોઠવી હતી જેમાં ગાયને ક્રુરતાપૂર્વક વાહનમાં બાંધીને જવાતી હોય પકડી પોલીસ મથકે લાવ્યા હતાં.
ગૌવંશ રક્ષકો અને બજરંગદળના યુવાનો પોલીસ મથકે આવી જતા તેઓની રજૂઆતના પગલે પોલીસે પાવઠી ગામે હાથ ધરેલ તપાસ દરમિયાન ફૂટેલા અને જીવતા કારતુસ,જામગરી, દેશી કટ્ટો સહિત મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
વિભાગીય પોલીસ વડા઼જયદીપસિંહ સરવૈયા સહિતનો પોલીસ કાફલો પાવઠી ગામમા પહોચ્યો હતો. મકાન અને તેની પાછળના ભાગે તપાસ કરતા પશુઓને ખવરાવવા માટે રાખવામાં આવેલ ઓધામા સંતાડીને રાખવામાં આવેલ ડીપ ફ્રીઝમાંથી માંસના ટુકડાઓ મળી આવ્યા હતા. જે ગૌવંશના માસના ટુકડા હોવાની શંકા રહેલી છે. તદુપરાંત જીવતા કારતુસ ૪૬, ફુટેલા ૩૧ કારતુસ, દેશી જામગરી બે બંદુક દેશી કટ્ટો,બાર બોર જેવી દેખાતી ઼બે બંદૂક, એરગન ૪ અને ફાયરિંગ માટે કામ લાગે તે માટે છરાનો જથ્થો મળી આવતા પોલીસે વલી આલમભાઈ જૂણેજા, કાસમ આલમભાઈ જુણેજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ ૨૫, (૧)૧બી અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરેલ છે. રેડ દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવના પગલે ભારે ચકચાર મચી છે.