ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં તારણ બહાર આવ્યા છે કે રાજ્યમાં 40 લાખ પુરુષો દારૂ પીવે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા કહે છે કે ગુજરાતમાં શહેરોની સરખામણીમાં ગામડાઓમાં દારૂ વધુ પીવાય છે. રાજ્યમાં આજે 5.8 ટકા પુરુષો દારૂના બંધાણી છે, જ્યારે 0.6 ટકા મહિલાઓ પણ દારૂ પીએ છે. શહેરોમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી 5 ટકા છે, તો ગામડાઓમાં 6 ટકા પુરુષો દારૂના વ્યસની છે. મહિલાઓની વાત કરીએ તો શહેરો કરતાં ગામડામાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાં દારૂ પીવામાં ડાંગ જીલ્લો મોખરે છે. આ જીલ્લામાં 18.3 અને 4.6 ટકા મહિલાઓ દારૂ પીએ છે.ગુજરાતમાં 35 ટકા પુરુષો અઠવાડિયે એક વખત અને 31 ટકા પુરુષો રોજ દારૂ પીએ છે.