રાજ્યના સુરતમાં રવિવારે પાંડેસરા, હજીરા, પુણા વિસ્તારમાં જુદા જુદા બનાવોમાં પાંચ લોકો ઢળી પડવાના બનાવો બન્યા છે. આ તમામની ઉંમર 20 થી 40 વર્ષ સુધીની છે. આરોગ્ય વિભાગ માટે પણ આ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો સતત સામે આવી રહ્યા છે, તો બીજી તરફ હાર્ટફેલની ઘટનાઓ પણ સામે આવી રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાઓમાં સંખ્યાબંધ લોકોએ હાર્ટએટેકથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પાંચેય યુવાનોના અકાળે મોત નિપજતા તેમના પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.