ભાવનગર જિલ્લાના પ્રવાસે આવેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા બપોર બાદ પાલિતાણાની એમ.એમ.કન્યા વિદ્યાલય ખાતે પાલિતાણા વિકાસ સમિતિની બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા જણાવાયું કે, પાલિતાણા ખાતે ૪૨૪ બેડની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજનું શિલાન્યાસ આગામી જાન્યુઆરી ૨૦૨૪માં કરવામાં આવશે. જેનાથી પાલિતાણા અને આસપાસના તાલુકાને આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ થશે.
આશરે ૨૦૦ કરોડના ખર્ચે પાલિતાણાની મધ્યમાં આવેલ ઘેટી રિંગ રોડ પર ૧૦૦ વિઘામાં ૪૨૪ બેડની હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજ બનશે. પાલિતાણા વિકાસ સમિતિ દ્વારા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાના પ્રયત્નોથી પાલિતાણાને આરોગ્યલક્ષી ભેટ ઉપલબ્ધ કરાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પાલિતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પાલિતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના વિસ્તારનાં આગેવાનો, પદાધિકારીઓ હોસ્પિટલ રહ્યાં હતાં.






