વિદશ મંત્રી જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રશિયા પહોંચેલા એસ. જયશંકરે રશિયન MFA રિસેપ્શન હાઉસમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત અને સ્થિર છે. આ સાથે જ તેમણે કહ્યું કે મને લાગે છે કે, અમારા બંને દેશો વિશેષ રણનીતિક ભાગીદારી પર ખરા ઉતર્યા છીએ છે. અમે એક વર્ષમાં લગભગ છ વખત મુલાકાત કરી ચૂક્યા છીએ અને મારી તથા મારા સમકક્ષ લાવરોવની આ સાતમી મુલાકાત છે. બંને દેશોના શીર્ષ નેતૃત્વ સતત એકબીજાના સંપર્કમાં છે