ભાવનગર મહાનગરપાલિકા મિલકત વેરા વિભાગ દ્વારા સઘન રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત બુધવારે મિલકતોની જપ્તીની કામગીરી કરવામાં આવતા કુલ ૧૦ લાખ રૂપિયાનો મિલકત વેરો વસુલવામાં આવ્યો હતો.
ઘરવેરા વિભાગ દ્વારા મિલ્કત કર વસુલાત માટે સઘન રીકવરી જુંબેશ અન્વયે ઘરવેરા વિભાગ દ્વારા ઝોન દીઠ બે રીકવરી ટીમો એટલે કે કુલ-૬ રીકવરી ટીમોનું ગઠન કરવામાં આવેલ છે. જેમાં રીકવરી ટીમના કર્મચારીઓની સાથે ઘરવેરા વિભાગના ઇન્સ્પેક્ટર, એન્જીનીયર તથા વોર્ડ ક્લાર્કની ટીમનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેના કારણે છેલ્લા ૭ દિવસોમાં કુલ ૯૯૬ આસામીઓ પાસેથી કુલ રૂપિયા ૧.૪૯ કરોડની મિલકતવેરાની વસુલાત કરવામાં આવેલ છે.
મિલકતવેરાની કાર્પેટ એરિયા આધારિત કર પદ્ધતિમાં ગત સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૧.૭૧ લાખ આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવેલ હતો. જયારે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ માસમાં જ કુલ ૧.૭૧ લાખ આસામીઓ પાસેથી બાકી મિલકતવેરો વસુલ લેવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના આગામી ત્રણ માસ દરમિયાન પણ વેરો ભરપાઈ કરવાનો બાકી હોઈ તેવી મિલકતોમાં સીલીંગ તથા વોટર કનેક્શન કટ કરવાની કામગીરી શરુ રહેનાર હોઈ, બાકી મિલકત વેરો સત્વરે ભરપાઈ કરવા આ સાથે અનુરોધ કરવામાં આવ્યો છે.