ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં રહેતા શખ્સને વરતેજ પોલીસે ઇંગ્લીશ દારૂની ૫૪ બોટલ સાથે ઝડપી થઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વરતેજ પોલીસ કાફલો ગત મોડી રાત્રીના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઘોઘા તાલુકાના ખારકડી ગામમાં આવેલ શીવાપરાવાડી વિસ્તારમાંથી ઇંÂગ્લશ દારૂની ૫૪ બોટલ, કિં. રૂ. ૫,૯૦૪ સાથે શૈલેષ તુલસીભાઈ પરમાર ( રહે. ખરખડી તા. ઘોઘા ) ને ઝડપી લીધો હતો.વરતેજ પોલીસે ઇંગ્લીશ દારૂ તેમજ મોટરસાઇકલ મળી કુલ રૂ.૧૫,૪૦૯ નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપનાર શૈલેષના મોટાભાઈ વિશાલ તુલસીભાઈ પરમાર વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.