ભાવનગરના આનંદનગર, જુની એલ.આઇ.જી. વિસ્તારમાં ગત રાત્રીના સમયે પુરપાટ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ કારે બે બાઈકને અડફેટે લઈ વીજળીના થાંભલા સાથે ટકરાઈ હતી. અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના આનંદનગર, જુની એલ.આઈ.જી. વિસ્તારમાં ગત મોડી રાત્રીના સમયે પસાર થઈ રહેલી લાલ કલરની સ્વીફ્ટ કાર નં. જી.જે.૦૧-૦૧એચ.કે.૧૦૬૬ ના ચાલક અસફાકભાઈ આરીફભાઇ તાજાણીએ કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં પાર્ક કરેલ એક બાઈક તેમજ એક ઇલેક્ટ્રીક બાઈક ને અડફેટે લીધા બાદ વીજળીના થાંભલા સાથે ટકરાઈ હતી તેમજ બાજુમાં આવેલી પાણીની ટાંકીને પણ તોડી નાખી હતી. અકસ્માતની આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ બનાવ અંગે આનંદનગર, નવી એલ.આઈ.જી. માં રહેતા રવીન્દ્રભાઈ ભગવાનદાસ ભંભાણી એ કારના ચાલક અસફાકભાઈ આરીફભાઈ તાજાણી વિરુદ્ધ પોતાની કાર પુરપાટ અને બેફીકરાઈથી ચલાવી બે બાઈક, વીજળીનો થાંભલો તેમજ પાણીની ટાંકી તોડી નુકસાન કર્યા ફરિયાદ ઘોઘારોડ પોલીસ મથકમા નોંધાવી હતી.