તળાજા તાલુકાના બાપાડા ગામના પાટીયા નજીક આવેલ ભાલર ગામની સીમમાં રહેતા શખ્સના મકાનમાં દરોડો પાડી તળાજા પોલીસે સૂકા ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર તળાજાના બપાડા ગામના પાટીયા પાસે આવેલ ભાલર ગામના સીમ વિસ્તાર, મફતનગરમાં રહેતો વિજય ઉર્ફે કાચો મનુભાઈ રાઠોડ પોતાના ઘરે સૂકો ગાંજો રાખી તેનું વેચાણ કરતો હોવાથી મળેલી બાતમીના આધારે તળાજા પોલીસે ભાલર ગામની સીમમાં આવેલ વિજયના મકાનમાં દરોડો પાડી ૦૧ કિલો ૫૮૧ ગ્રામ સુકો ગાંજો, કિં. રૂ. ૧૫,૮૧૦ તેમજ ૦૧ મોબાઇલ મળી કુલ રૂ. ૨૦,૮૧૦ ના મુદ્દામાલ સાથે વિજય રાઠોડની ધરપકડ કરી તેની વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટરની કલમ ૮ (સી ) ૨૦ ( બી ) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.