સિહોર તાલુકાના ભડલી ગામમાં વાડીમાં ખેતી કરવા મામલે બે જૂથ વચ્ચે હથિયારો ધારણ કરી મારામારી થતા પાંચ વ્યક્તિને મૂંઢ ઇજા થઈ હતી.આ બનાવ અંગે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે બન્ને જૂથના મળી કુલ ૨૫ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શિહોર તાલુકાના ભડલી ગામમાં રહેતા પ્રવિણસિંહ બેચરજી ગોહિલની વાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી તેમના કુટુંબી જયપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ ખેતીવાડી કરતા હોય વાડીમાં કૂવો ગાળવા માટે તેમણે પ્રવિનસિંહને રૂ. એક લાખ ઉછીના આપ્યા હતા અને જેનો હિસાબ બાકી હતો. દરમિયાન ગામમાં રહેતા જયેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ ટ્રેક્ટર લઈ આવી વાડીમાં ખેડાણ કરતા જયપાલસિંહ અને જયેન્દ્રસિંહ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી આ બાબતના સમાધાન માટે ગામમાં એકઠા થતા બંને જૂથના લોકોએ લાકડી,પાઇપ, ધારિયા, છરી જેવા હથિયારો સાથે રાખી મારામારી કરતા બંને પક્ષના મળી પાંચ વ્યક્તિને મૂંઢ ઇજા થઈ હતી.
આ બનાવ અંગે જયપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ રહે. ભડલીએ સિહોર પોલીસ મથકમાં ગામમાં રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ ભરતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ, લાલુભા મહોબતસિંહ, ભરતસિંહ મહોબતસિંહ, બહાદુરસિંહ મહોબતસિંહ, જગદીશસિંહ લાલુભા, મહેન્દ્રસિંહ બહાદુરસિંહ, અશ્વિનસિંહ બહાદુરસિંહ, મહિપતસિંહ લાલુભા, ઓમદેવસિંહ મહિપતસિંહ, જયરાજસિંહ મહિપતસિંહ, ક્રીપાલસિંહ ભરતસિંહ,મજબૂતસિંહ ઘનશ્યામસિંહ, કંચનબા બહાદુરસિંહ, ઈલાબા જગદીશસિંહ, બેબબા મહિપતસિંહ અને ઇન્દુબા ભરતસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી તેમના કુટુંબી પ્રવીણસિંહ બેચરજી ગોહિલની વાડીમાં ખેતી કરતા હતા અને તેમાં કૂવો ગાળવા માટે પ્રવિણસિંહને રૂ.એક લાખ ઉછીના આપ્યા હતા અને વાડીની ઉપજમાંથી વાળવાનું નક્કી થયેલ. આ રકમ હજુ પરત આપવાની બાકી હોવા છતાં ગામમાં રહેતા જયેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ ટ્રેક્ટર લઈને પ્રવિણસિંહની વાડીમાં વાવવા માટે આવતા તેની સાથે ઝઘડો કરી તમામ ઇસમે લાકડી, ધારિયા તથા છરી જેવા હથિયારો લઈને ઢીકાપાટુનો માર મારી પોતાને તેમજ તેના પિતા પ્રવિણસિંહ અને મોટા બાપુ ઘનશ્યામસિંહને માર મારી ઇજા કરી હતી. તેમજ મોબાઇલ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મારામારીની આ ઘટનામાં સામા પક્ષે જયેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ ભરતસિંહ ગોહિલે જયપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ સતુભા ગોહિલ, હરપાલસિંહ ઉર્ફે કાનભા ઘનશ્યામસિંહ ગોહિલ, પ્રવીણસિંહ સ્ટુભા ગોહિલ, શક્તિસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, રાજપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ બહાદુરસિંહ ગોહિલ અને યશપાલસિંહ ગોહિલ વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગઈ તા.૨૮/૧૨ ના રોજ તેમની વાડીની બાજુમાં આવેલ પ્રવિણસિંહ બેચરજી ગોહિલની વાડીએ તેઓ ટ્રેક્ટર લઈને ખેડવા ગયા હતા ત્યારે પ્રવિણસિંહ સતુભા ગોહિલ ને પ્રવિણસિંહ બેચરજી સાથે અગાઉની પૈસાની લેતી લેતી બાકી હોય જેથી આ લોકોએ જમીન ખેડવાની ના પાડી ધમકી આપી ધોલ ઝપાટ કરતા તેઓ શિહોર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે ગયા હતા તે બાબતનું મન દુઃખ રાખી તમામ એ લાકડી તથા લોખંડના પાઇપ લઈને આવી માર મારતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને અશ્વિનસિંહ ગોહિલ ને મૂંઢ ઇજા થઈ હતી તેમજ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મારામારીની આ ઘટના અંગે સિહોર પોલીસે બંને જૂથના મળી ૨૫ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.