વિશ્વભર સહિત ભારતમાં 2024નું ઉત્સાહ અને ખુશીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરના શહેરોમાં ભવ્ય ઉજવણી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઇમાં લોકો 2024નું સ્વાગત કરવા માટે ગેટ વે ઓફ ઇન્ડિયા પર ભેગા થયા હતા અને ઉજવણી કરી હતી. દિલ્હીમાં પણ ઇન્ડિયા ગેટ, કનોટ પ્લેસ, લાજપત નગર, હૌજ ખાસ વિલેજમાં ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદમાં પણ સીજી રોડ, એસજી હાઇવે, સિંધુ ભવન રોડ પર લોકો નવા વર્ષને આવકારવા માટે ઉમટી પડ્યા હતા.