નવા વર્ષના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને શાનદાર 2024ની શુભકામનાઓ પાઠવી હતી અને તમામ માટે સમૃદ્ધિ, શાંતિ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ (પહેલા ટ્વિટર) પર લખ્યુ, ‘તમામને શાનદાર 2024ની શુભકામનાઓ! આ વર્ષ તમામ માટે સમૃદ્ધિ, શાંતિ અને સારૂ સ્વાસ્થ્ય લઇને આવે.’
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યુ, “સૌને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ! વર્ષ 2024 દરેક માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.સમાવિષ્ટ અને ટકાઉ વિકાસમાં યોગદાન આપવાની નવી પ્રતિબદ્ધતા સાથે નવા વર્ષનું સ્વાગત કરીએ.”
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ નવા વર્ષે લોકોને શુભકામના આપતા લખ્યુ, ‘તમને બધાને આંગ્લ નવા વર્ષ 2024ની હાર્દિક શુભેચ્છાઓ”