અમદાવાદની પ્રખ્યાત કેડિલા ફાર્મા કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી ત્યારે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.
ઇન્ચાર્જ એસીપી એચ.એમ કણસાગરાએ જણાવ્યું હતું કે, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારોડીના કેડિલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ અને છેડતીનો બનાવ બન્યો હતો. ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન બનાવ બન્યો હતો. યુવતીએ કરેલી રજૂઆતના આધારે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. કેડિલાના CMD રાજીવ મોદી અને એચ.આર મેનેજર જહોશન મેથ્યુ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ગુનાની તપાસ સોલા પીઆઇ આર.એચ. સોલંકી દ્વારા કરવામાં આવશે. જે જે મુદ્દાની રજૂઆત હતી તે મુદ્દે પુરાવા એકત્ર કરવામાં આવશે.