સ્કાઉટિંગ પ્રવૃત્તિમાં રાજ્યકક્ષાનો સર્વોત્તમ એવોર્ડ રાજ્યપાલ પુરસ્કાર ગણાય છે આ એવોર્ડ માટેની કસોટી ઉત્તીર્ણ કરી એવોર્ડના હકદાર બનેલા ભાવનગરના ૨૦ બાળકોને રાજભવન ખાતે રાજ્યપાલની ઉપÂસ્થતિમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ મહા મહિમ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ સમારોહમાં ઓરિસ્સાના પૂર્વ ચીફ જÂસ્ટસ કલ્પેશભાઈ ઝવેરી તથા લેડી ગવર્નર – રાજ્યપાલ પણ વિશેષ ઉપÂસ્થત રહ્યા હતા.
રાજ્યપાલ પોતાના વક્તવ્યમાં આવતા ભારતના ઉત્તમ નાગરિક એવા સ્કાઉટ બાળકોને સંબોધ્યા હતા. બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે,પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવો બીજા જન્મદિવસ આવે ત્યાં સુધી એ વૃક્ષનું જતન કરવું. ત્યારબાદ તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી એ વૃક્ષ તમારું જતન કરશે આ ઉપરાંત સ્વચ્છતાની વાત કરી હતી કે, કુદરતે આપેલ જંગલ પર્વત સરોવર આ બધી વસ્તુઓને સાચવવા. ફેમિલી ડોક્ટર ન રાખવા હોય તો ફેમિલી ખેડૂત બનાવવા જાઈએ છે ચોખ્ખી વસ્તુ આપણને આપે અને આપણું જીવન તંદુરસ્ત રહે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ૨૧ જિલ્લાના ૬૩૫ બાળકો રાજ્ય પુરસ્કાર માટે રાજભવન ખાતે હાજર રહ્યા હતા આ પૈકી ભાવનગરના પણ ૨૦ સ્કાઉટ ગાઈડ, રોવર્સ રેન્જર્સ પણ હતા. રાજભવન ખાતેના આ ગૌરવ રૂપ કાર્યક્રમમાં કન્ટીજન લીડર અને સમગ્ર કાર્યક્રમના સંચાલક તરીકે અજયભાઈ ભટ્ટ રહ્યા હતા તો ભાવનગરની ટીમના સ્કાઉટ માસ્ટર તરીકે પ્રવીણભાઈ મકવાણા અને ગાઈડ કેપ્ટન તરીકે અલ્પાબેન જાની જાડાયા હતા.