શિહોર ખાતે ગૌતમેશ્વર તળાવે પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતીનું અપહરણ કરી યુવતી પર દુષ્કર્મ કરવા ઉપરાંત પ્રેમીનો મોબાઇલ તથા રોકડ રૂપિયાની લૂંટ કરનાર આરોપી મનસુખ ધુડાભાઈ સોલંકીને ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ પ્રજાપતિએ ગુનો સાબિત માની આજીવન કેદની સજા ફટકારી હતી આ કેસમાં સરકારી વકીલ વિજયભાઈ માંડલીયા તથા ધૃવભાઇ મહેતાની દલીલો, સાક્ષી, પુરાવા ગ્રાહ્ય રાખી આજીવન કેદ અને રોકડ દંડ ફટકાર્યો હતો.