ભારત સરકારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ સરકારે મોટી કાર્યવાહી કરી છે. તેને ભારત સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. ગોલ્ડી, જે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જમણો હાથ મનાય છે, તેને પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તેમની સૂચના પર જ બિશ્નોઈ ગેંગના સંચાલકોએ ગાયકની હત્યા કરી હતી.