Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે ફરિયાદની તપાસ શરૂ

વિદેશી યુવતીનું મેડિકલ ચેકઅપ કરાયું : વૉટ્સએપ ચેટ અને અન્ય પુરાવા પણ એકત્રિત કરાશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-02 12:07:01
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે નોંધાયેલી ફરિયાદ મામલે સોલા પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસની ટીમે પુરાવા એકત્રિત કરવાની શરૂઆત કરી છે. બલ્ગેરિયન યુવતીનું સોલા સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનામાં વોટ્સએપ ચેટ અને અન્ય પુરાવા પણ એકત્રિત કરવામાં આવશે. આગામી સમયમાં યુવતીને સાથે રાખીને ફાર્મ હાઉસ અને અન્ય જગ્યા પર પણ તપાસ કરવામાં આવશે. કેસની તપાસ સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કરી રહ્યાં છે. સેક્ટર 1 JCP ચીરાગ કોરડિયા આ કેસનું સુપરવિઝન કરાશે. આ કેસમાં પંચનામુ અને તમામ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેડિલા ફાર્માના મેનેજીગ ડીરેક્ટર ડૉ, રાજીવ મોદી વિરૂદ્વ તેમની પર્સનલ આસીટન્ટ દ્વારા બળાત્કાર, છેડતી અને ધમકીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મામલે પિડીતાએ મહિલા પોલીસ સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ મથકમાં અરજી કરી હતી. જો કે પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં મહિલાએ રાજીવ મોદી વિરૂદ્વ કરેલા આક્ષેપોને ગંભીરતાથી લઇને ડીઆઇજી કક્ષાના અધિકારીને આ સમગ્ર કેસના તપાસ કરીને રિપોર્ટ આપવા માટે જણાવાયું હતું. જે રિપોર્ટના આધારે ગુજરાત હાઇકોર્ટે તાકીદ કરતા કેડિલાના રાજીવ મોદી અને એચ આર મેનેજર જોહસન મેથ્યુ સામે દુષ્કર્મ, છેડતી અને ધમકી આપ્યાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં મહિલા પોલીસના એસીપી વિરૂદ્વ પણ પિડીત મહિલાએ ગંભીર આરોપો મુક્યા હતા. જે બાદ આ વિવાદ વધુ વકર્યો હતો.કેડિલા ફાર્માના સીએમડી ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ તેમની પર્સનલ આસીટન્ટ અગાઉ કામ કરતી બલ્ગેરિયન યુવતીએ ગંભીર આક્ષેપ અંગે અરજી કરી હતી કે તેને ગત ઓગસ્ટ ૨૦૨૨માં એક જોબ સોલ્યુશનના માધ્યમથી કેડિલામાં નોકરી મળી હતી. તેની નોકરી દરમિયાન રાજીવ મોદી ઉદેપુર,જમ્મુ જેવા સ્થળોએ લઇ જતા ત્યારે અવારનવાર લોકોની હાજરીમાં અણછાજતુ વર્તન કરતા હતા. જે વાતથી યુવતી નારાજ થઇ જતા તેણે વિરોધ કર્યો હતો પણ રાજીવ મોદી તેને કહેતા હતા કે જો નોકરી કરવી હોય તો બાંધછોડ કરવી પડશે.
આ ઉપરાંત, 22 ફેબ્રુઆરીથી 26 માર્ચ દરમિયાન તેની સાથે છારોડીમાં આવેલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જો કે યુવતીએ આ અંગે કેડિલા ફાર્માના એચ આર મેનેજર જહોસન મેથ્યુને આ અંગે જાણ કરી ત્યારે તેમણે પણ યુવતીને નોકરી માટે આ મામલે સમાધાન રાખવા કહ્યું હતુ. જેથી કંટાળીને યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી અને જોહસન સામે અરજી આપી હતી. પરંતુ, પોલીસે આ અંગે કાર્યવાહી કરવાને બદલે રાજીવ મોદીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે યુવતીએ હતાશ થઇને ન્યાય માટે ગત ૨૩મી નવેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

Tags: dushkarm case inquirygujartatrajiv modi cadila
Previous Post

પોલીસકર્મીઓ દ્વારા દારૂ પીધેલી હાલતમાં મહિલાઓની છેડતી કર્યાના આક્ષેપ

Next Post

માનવ તસ્કરીના રેકેટ: આધારકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો સાથે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
માનવ તસ્કરીના રેકેટ: આધારકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો સાથે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ

માનવ તસ્કરીના રેકેટ: આધારકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો સાથે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ

સોના તસ્કરી કેસમાં એફએસએલ રિપોર્ટમાં પ્રવાહીમાંથી 525 ગ્રામ સોનું મળ્યું

સોના તસ્કરી કેસમાં એફએસએલ રિપોર્ટમાં પ્રવાહીમાંથી 525 ગ્રામ સોનું મળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.