૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ જ્યારે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની ગયું છે, તા.૨૨-૧-૨૪ ના દિવસે રામ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે તા.૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સમવિચારધારાના કુલ ૩૩ જેટલા સંગઠનો આ અભિયાનમાં જાેડાશે.
ઘર ઘર સંપર્ક અભિયાનમાં ભાવનગર શહેરના એક લાખથી વધુ ઘરોનો સંપર્ક કરવામાં આવશે અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની ગયું છે, આપ સહપરિવાર તેના દર્શન માટે અયોધ્યા પધારો તેના આમંત્રણરૂપે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત (ચોખા) આપવામાં આવશે, સાથે ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવશે.
ભગવાન શ્રી રામ ૧૪ વર્ષ વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધાર્યા હતા, તેની સ્મૃતિરૂપે આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ ત્યારે ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામના જન્મસ્થાન પર ભવ્યમંદિરમાં ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ તમામ હિન્દુ સમાજ માટે ઉત્સવ છે ત્યારે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના શુભ દિવસે હિન્દુ સમાજે ઘરે તેમજ મંદિરોમાં મહાઆરતી-શંખનાદ કરવામાં આવે તેની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સોશિયલ મીડિયા તેમજ ટેલિવિઝનના માધ્યમથી લાઈવ પ્રસારણ જાેવામાં આવે અને તે દિવસે સંધ્યા સમયે ‘‘હર ઘર મે દીપ જલાયેંગે, હર ઘર કો અયોધ્યા બનાયેંગે, હર ઘર રામ રાજ્ય લાયેંગે’’ તેવા ભાવ સાથે તમામ હિન્દુ સમાજ દીપોત્સવની ઉજવણી કરે તે માટે આહ્વાન કરવામાં આવશે.