હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લગભગ 3 મહિના થઈ ગયા છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના સતત ગ્રાઉન્ડ ઓપરેશનમાં વ્યસ્ત છે. હમાસને લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહનું સમર્થન પણ છે અને તેના ટોચના નેતાઓ ત્યાં આશરો લઈ રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે હમાસના ડેપ્યુટી લીડર સાલેહ અલ-અરૌરીનું બેરૂતમાં મોત થયું છે. ઈઝરાયેલની સેનાને એક મીડિયોએ સવાલ કર્યો તો તેણે કહ્યું કે તે વિદેશી મીડિયાના સમાચારનો જવાબ આપતી નથી. જોકે, હમાસે અલ-અક્સા રેડિયો દ્વારા અરુરીની હત્યાની પુષ્ટિ કરી છે. હમાસ પોલિટબ્યુરોના સભ્ય એઝાત અલ-શાર્કે તેને ‘કાયરતાપૂર્ણ હત્યા’ ગણાવી હતી.
સાલેહ અલ-અરૌરી હમાસના પોલિટબ્યુરોમાં વરિષ્ઠ અધિકારી હતા અને તેની લશ્કરી પાંખ, કાસિમ બ્રિગેડ્સના સ્થાપકોમાંના એક હતા. આ બ્રિગેડે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ગયા વર્ષે અમેરિકાએ અરુરી પર 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું.
લેબનોનની સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે ઇઝરાયલી ડ્રોને મંગળવારે રાત્રે દહિયામાં હમાસની ઓફિસ પર હુમલો કર્યો હતો, જેમાં કુલ છ લોકો માર્યા ગયા હતા. સાલેહ-અલ-અરૂરીની સાથે, ડૉક્ટરો સહિત અન્ય લોકો, જેમની ઓળખ થઈ શકી નથી, આમાં સામેલ છે.