ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બંને ટીમના નામે કલંકિત રેકોર્ડ નોંધાયા હતા. પ્રથમ દિવસની રમતમાં જ ૨૩ વિકેટો પડી હતી. રમતના પ્રથમ દિવસે જ સૌથી વધુ વિકેટ પડવાની રીતે આ બીજી જ ઘટના છે. ૧૯૦૨માં ઓસ્ટ્રેલિયા- ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં ૨૫ વિકેટ પ્રથમ દિવસે જ પડી હતી. તે પછી ગત રોજની ૨૩ વિકેટ તે બીજી જ ઘટના છે. કોઈપણ દિવસની રમતના અંતે પડવાની રીતે આજની ૨૩ વિકેટ પાંચમી ઘટના છે.
પ્રથમ દિવસે જ સૌથી વધુ વિકેટ પડી હોય તેવી 146 વર્ષના ઇતિહાસની બીજી જ ઘટના
તેવી જ રીતે બંને ટીમની એક- એક ઇનિંગ સૌથી ઓછા બોલમાં પૂરી થાય તેવી ૧૪૬ વર્ષના ટેસ્ટ ઇતિહાસની બીજી જ ઘટના છે. ૧૯૦૨ની ઓસ્ટ્રેલિયા- ઇંગ્લેન્ડની ટેસ્ટમાં ૨૮૧ બોલમાં અને આજે ૩૪૯ બોલમાં ૨૦ વિકેટ પડી હતી.