ગેરકાયદે અમેરિકા જઇ રહ્યા હોવાની આશંકાએ ફ્રાંસથી પરત મોકલાયેલા વિમાનમાં સવાર લોકોની સતત તપાસ થઇ રહી છે. જેને લઈ હવે દરરોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ દરમ્યાન CIDએ આ કેસમાં તમામ યુવકોની તપાસ બાદ તેમને મોકલનાર એજન્ટોની તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે એજન્ટો મારફતે વધુ 3 વિમાન ગેરકાયદે રીતે વિદેશ મોકલાયા હતા.
CID ક્રાઇમની તપાસમાં વધુ 3 વિમાનમાં ગેરકાયદે લોકોને નિકારાગુઆ મોકલાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અગાઉ 6 ડિસેમ્બરે પણ એક વિમાન દુબઇથી નિકારાગુઆ મોકલાયું હતું. ફ્રાંસમાં રોકી દેવાયેલા વિમાનના 2 દિવસ પહેલા પણ એક ચાર્ટર્ડ વિમાન રોકાયું હોવાનું સામે આવ્યું છે એજન્ટોએ મોકલેલું ચાર્ટર્ડ વિમાન જર્મનીના એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર 10 થી 12 કલાક રોકાયું હતું.
આ સાથે CID ક્રાઇમની તપાસમાં 6 ડિસેમ્બરે આવેલા વિમાનમાં ફ્રાંસના રૂટના એજન્ટો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉની ઉડાનમાં 200 યાત્રકો વિમાનમાં સવાર હતા. જેમાંથી 60 ગુજરાતીઓ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં વેટ્રી અને જર્મનીની રૂટની ફ્લાઇટની વ્યવસ્થા કરનાર એજન્ટો એક જ હોવાનું સામે આવ્યું છે. જોકે હવે CIDએ સમગ્ર મામલે વધુ ગહન તપાસ હાથ ધરી એજન્ટો સાથે સંકડાયેલા તમામ શખ્સોની તપાસ શરૂ કરી છે.