સંખેડામાં ચાલુ વાહને છાત્રાઓની છેડતી કરવાનો ચકચારી મામલો સામે આવ્યા બાદ રાજ્યના ગૃહમંત્રીએ આ મામલે કડક કાર્યવાહી કરવા સુચના આપતા પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસનો દોર આરંભ્યો હતો. આ બનાવમાં સંડોવાયેલ પાંચ પૈકી બે આરોપી ઝડપાયા છે આરોપી અર્જુન જાફર ભીલ ભાવનગરથી અને અશ્વીન હસમુખ ભીલ અન્ય સ્થળેથી ઝડપાયા છે. જ્યારે અન્ય આરોપીઓના નામ ખુલ્યા છે જેમાં પરેશ કીરણ ભીલ, સુરેશ કાળુ ભીલ, સુનીલ કોયજી ભીલ અને શૈલેષ રમેશ ભીલનો સમાવેશ થાય છે.