વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસીય રાજસ્થાનના પ્રવાસે છે. તેઓ જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાનાર DG-IG કોન્ફરન્સમાં શામેલ થશે. રાજસ્થાનમાં આજથી વીવીઆઈપી મૂવમેન્ટના કારણે કેટલાક માર્ગ પર ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવશે. માહિતી અનુસાર, પીએમ મોદી સાંજે 5.30 વાગ્યા સુધી રાજસ્થાન પહોંચી શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર, પીએમ મોદી આજે એટલે કે 5 જાન્યુઆરીથી ત્રણ દિવસીય રાજસ્થાનના પ્રવાસે રહેશે. અહીં તેઓ બીજેપી મુખ્યાલયમાં પાર્ટીના અધિકારીઓની સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ શકે છે. માહિતી મુજબ, આ કોન્ફરન્સ 5થી 7 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં 28 રાજ્યોના પોલીસ ડીજી-આઈજી ભાગ લેશે.






