પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડ મામલે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ બોંગગાંવ નગરપાલિકા અધ્યક્ષ શંકર આદ્યાની EDએ ધરપકડ કરી છે. EDની ટીમે શુક્રવારે આદ્યાના સાસરીયામાં રેડ કરી હતી. તે પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિય મલિકના નજીકના ગણાય છે. મહત્ત્વપૂર્ણ છે કે ED અધિકારીઓએ શુક્રવારે ઉત્તર 24 પરગમા જિલ્લામાં બે તૃણમૂલ નેતાઓને ત્યા રેડ કરી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ બનગાંવ નગરપાલિકાના પૂર્વ ચેરમેન શંકર આદ્યાના સાસરીયામાં પહોંચી હતી. જ્યારે બીજી ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. સૂત્રો અનુસાર શંકર અને શાહજહાં બન્ને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી અને ટીએમસી નેતા જ્યોતિપ્રિય મલિક (બાલૂ)ના નજીકના ગણાય છે. EDએ શુક્રવાર સવારે 7.30 વાગ્યે બનગાંવ શિમુલતલામાં આવેલા શંકર આદ્યાના સાસરીયામાં તપાસ શરૂ કરી હતી અને 17 કલાક પછી ત્યાથી નીકળી હતી. મોડી રાત્રે 12.30 વાગ્યે શંકર આદ્યાની ધરપકડ કરવામાં આવી હતી.