અવકાશમાં આજે ભારત વધુ એક ઇતિહાસ રચવા માટે જઇ રહ્યું છે. લૈંગ્રેંજ પોઇન્ટ પર ઇસરોનું આદિત્ય એલ-1 પહોંચશે. સૂર્ય મિશન પર નીકળેલુ ISROનું આદિત્ય એલ-1 શનિવાર સાંજે ચાર વાગ્યે લૈંગ્રેંજ પોઇન્ટ-1 (એલ1) પર પહોંચવાની સાથે અંતિમ કક્ષામાં સ્થાપિત થઇ જશે. અહીં આદિત્ય 2 વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્ત્વપૂર્ણ આંકડા ભેગા કરશે. ભારતના આ પહેલા સૂર્ય અધ્યયન અભિયાનને ઇસરોએ 2 સપ્ટેમ્બરે લૉન્ચ કર્યું હતું.
L-1 પોઇન્ટની આસપાસના વિસ્તારને હેલો ઓર્બિટના રૂપમાં ઓળખવામાં આવે છે, જે સૂર્ય-પૃથ્વી પ્રણાલી વચ્ચે હાજર પાંચ સ્થળમાંથી એક છે, જ્યા બન્ને પિંડોનું ગુરૂત્વાકર્ષણ પ્રભાવ વચ્ચે સામ્યતા છે. આ તે સ્થળ છે, જ્યાં બન્ને પિંડોના ગુરૂત્વ શક્તિ એક બીજા પ્રત્યે સંતુલન બનાવે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આ પાંચ સ્થળો પર સ્થિરતા મળે છે, જેનાથી અહીં હાજર વસ્તુ સૂર્ય અથવા પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાં ફસાતી નથી.
L-1 બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરનું માત્ર 1 ટકા છે. બન્ને ગ્રહોનું કુલ અંતર 14.96 કરોડ કિલોમીટર છે. ઇસરોના એક વૈજ્ઞાનિક અનુસાર હેલો ઓર્બિટ સૂર્યની ચારે તરફ પૃથ્વીના ફરવાની સાથે સાથે ફરશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના ડાયરેક્ટર અન્નપૂર્ણિ સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર, અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચવું ખૂબ જ પડકારજનક છે અને આ પહેલીવાર છે જ્યારે ISRO આવો પ્રયાસ કરી રહ્યું છે. સૌર ભૌતિકશાસ્ત્રી અને આદિત્ય એલ-1 મિશનની સ્પેસ વેધર અને મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ દિવ્યેન્દુ નંદી કહે છે કે અવકાશયાનની ગતિ અને માર્ગ બદલવા માટે થ્રસ્ટરનું સચોટ ફાયરિંગ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, જો પ્રથમ પ્રયાસમાં ઇચ્છિત ભ્રમણકક્ષા પ્રાપ્ત ન થાય, તો પછીના સુધારાઓ માટે બહુવિધ થ્રસ્ટર ફાયરિંગની જરૂર પડશે.