બાંગ્લાદેશમાં ફરી એક વખત શેખ હસીના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300માંથી બે તૃતિયાંશ બેઠક જીતી લીધી છે. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તે 2009થી વડાપ્રધાન છે. આ પહેલા 1991થી 1996 સુધી પણ શેખ હસીના વડાપ્રધાન રહી ચુક્યા છે.
શેખ હસીનાએ પોતાની સંસદીય બેઠક ગોપાલગંજ-3થી ભારે અંતરથી જીત મેળવી છે, તેમણે 2,49,965 મત મળ્યા છે જ્યારે તેમના વિરોધી એમ.નિઝામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 મત જ મળ્યા છે. ગોપાલગંજ-3થી શેખ હસીના 1986થી અત્યાર સુધી આઠ વખત ચૂંટણી જીતી ચુક્યા છે. આ સાથે જ શેખ હસીના બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમયથી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે. તે 2009થી વડાપ્રધાન છે.