ગુજરાતમાં યોજાયેલી પ્રથમ ત્રણ સમિટમાં કોઈ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા ન હતા, પરંતુ 2009માં યોજાયેલી સમિટમાં પ્રથમ વખત કોઈ દશને કન્ટ્રી પાર્ટનર બનાવવામાં આવ્યો હતો. આજે 2024ની 10મી સમિટમાં કન્ટ્રી પાર્ટનર દેશોની સંખ્યા 36 થશે.ગુજરાતમાં છેલ્લા 2019માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કર઼વામાં આવ્યું ત્યારે 15 દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા હતા.
2017ની સમિટમાં 12, 2015માં 8, 2013 અને 2011માં બે પાર્ટનર હતા જે કેનેડા અને જાપાન હતા. છેલ્લી ચાર સમિટમાં કેનેડા સતત પાર્ટનર બનતું આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજદ્વારી સંબધો વણસી જતાં આ વખતે કેનેડાની બાદબાકી થઈ છે.