અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા પર્વનો તા. 16થી 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ જાહેર થયો છે.
તા.16મીથી પૂજનની પ્રક્રિયાનો આરંભ થશે. 17મીએ નીવિગ્રહ (રામલલાની મૂર્તિ)નું મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે અને ગર્ભગૃહનું શુધ્ધિકરણ થશે. 18મીથી અધિવાસ આરંભ થશે. બન્ને સમય જલાધિવાસ, સુગંધ અને ગંધાધિવાસ પણ થશે. 19મીએ ફલ અધિવાસ અને ધાન્ય અધિવાસ થશે.
20મીએ સવારે પુષ્પ અને રત્ન અને સાંજે ધૃત અધિવાસ થશે. 21મીએ શર્કરા, મિષ્ટાન્ન, મદુ અધિવાસ અને ઔષધિ અને શૈયા અધિવાસ થશે. 22મીએ રામલલાની મૂર્તિની આંખો પરથી પટ્ટી હટાવવામાં આવશે અને તેને દર્પણ (અરીસો) દેખાડવામાં આવશે.
22મીએ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. વારાણસીથી આવેલા વૈદિક આચાર્યોના અનુસાર સિંહાસન (આસન) પર પહેલા ક્રમે શિલા અને સ્વર્ણથી નિર્મિત કચ્છપ, બ્રહા શિલાનો પણ અધિવાસ થાય છે. રામલલાના આસનની પણ પૂજા થશે. જેમાં 9 રત્નો હીરા, પન્ના, મોતી, માણેક, પખરાજ, લહસુનિયા, ગોમદ, પારા સાત ધાન્ય અને વિવિધ ઔષધિઓ છે.