શિહોર તાલુકાના દેવગાણા ગામમાં રહેતા યુવકને ત્રણ શખ્સે લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પ્રથમ ભાવનગર અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોર તાલુકાના દેવગણા ગામમાં રહેતો યુવક શરદભાઈ ભીખાભાઈ બારૈયા દેવગાણા ગામની સીમમાં આવેલ અગિયાળી રોડ પરની ગોચરણ જમીનમાં પહેલેથી માલ ઢોરનું ચારણ કરતો હોય આ ગોચરણની જમીન અગિયાળી ગામમાં રહેતા દલપતભાઈ વશરામભાઈ જાનીને ચારણ માટે જોઈતી હોય શરદભાઈએ આ જમીનમાં ચારણ કરવાની ના પાડતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
આ બાબતની દાઝ રાખી ગઈ તા.૪/૧ ના રોજ શરદભાઈ ગામમાં રહેતા ગિરીશભાઈ ધાંધલીયાની વાડીએથી ઘરે આવતા હતા તે દરમિયાન કાજાવદર ગામમાં રહેતા દાનાભાઈ રાજાભાઈ રબારી અને ભરતભાઈ ભરવાડે તેમને ઉભા રાખી ખાંભા ગામે કામ મતવા જવું છે તેમ કહી મોટરસાઇકલ પર બેસાડી ધ્રુપકા ગામ તરફ જવાના રસ્તે લઈ જઈ દાનાભાઈ રબારી, ભરતભાઈ ભરવાડ અને દલપતભાઈ જાનીએ લાકડી વડે પગના ભાગે માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવમાં ઇજાગ્રત શરદભાઈને સારવાર અર્થે પ્રથમ ભાવનગર અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમણે ત્રણેય વિરુદ્ધ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.