સુમીટોમો કેમીકલ ઇÂન્ડયા લિ., ભાવનગર દ્વારા એકસેલ એક્સપ્રેશન-૨૦૨૩ની કલાયાત્રાનું આયોજન કરેલ જેમાં કલાયાત્રા બી.એમ.કોમર્સ હાઈસ્કૂલથી શરુ થઈ રૂપાણીસર્કલ – સરદારનગર સર્કલ થઈ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે પહોંચી હતી.
ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે સુમીટોમો એકસેલ એક્સપ્રેશન – ૨૦૨૩ નો વિનર્સ – શો યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ઇÂન્ડયન આર્મીના કોબ્રા કમાન્ડો દિગેન્દ્ર કુમાર (મહાવીર ચક્ર અને સેના મેડલ મેળવેલ) રિટાયર્ડ સોલ્ઝર સેકન્ડ બટાલિયન રાજપુતાના રાઇફલ રેજીમેન્ટ ઉપÂસ્થત રહેલ અને કારગીલ લડાઈનાં તથા તેમાં વિજય મેળવ્યાની દેશભÂક્તથી ભરપૂર શૌર્યગાથાની વાતો રજૂ કરી હતી આ વિનર્સ શો માં રજુ કરી શકાય તેવી જુદી જુદી સ્પર્ધાઓની પસંદ થયેલ કૃતિઓ ઓડીટોરીયમ હોલ ખાતે રજુ કરવામાં આવેલ જેમાં સુગમગીત, લોકગીત, કરાઓકે (ફિલ્મી ગીત ), લોકનૃત્યય, રેડીયોજાકી, કોન બનેગા નોલેજ પતિ અને લોકનૃત્ય જેવી કૃતિઓ અદભુત રીતે રજુ થઈ. આ વિનર્સ-શો માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને તેમની કલાને બિરદાવવા માટે સુમીટોમો કેમીકલ ઇÂન્ડયા લી. ના એકઝીક્યુટીવ ડાયરેકટર સુશીલભાઈ મારફતિયા અને સુનિલભાઈ જગતાપ તથા અન્ય અધિકારી ગણ ખાસ મુંબઈથી પધારેલા. કાર્યક્રમના અંતે આમંÂત્રત મહેમાનોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકટ અને મોમેન્ટો આપીને સન્માનવામાં આવેલા. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે સતિષભાઈ મહેતા, નરેશભાઈ ભટ્ટ, વનરાજસિંહ ચાવડા, ચેતનભાઈ પરમાર સુમીટોમો એક્સેલ એક્સપ્રેનશની સમગ્ર ટીમ તથા શાળા,કોલેજાનાં શિક્ષકો, પ્રોફેસરો, આચાર્ય, નિર્ણાયકો તથા સંયોજકો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવી હતી.