મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવવાની ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવીને શિંદેજૂથને જ અસલી શિવસેના જાહેર કર્યા બાદ હવે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વકરે ઠાકરે જૂથની મુશ્કેલી વધારી છે અને એક આદેશમાં જાહેર કર્યુ છે કે ઠાકરે જૂથના ધારાસભ્યો હવે અસલી-શિવસેના એટલે કે શિંદે જૂથના જે વ્હીપ છે તેના આદેશનું પાલન કરવું પડશે.
શિંદે જૂથ વ્હીપ તરીકે ભરત ગોગાવાલને નિયુક્ત કર્યા છે અને હવે જો તેના વ્હીપનો ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યો અનાદર કરે તો તેઓ વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરી શકે છે. અધ્યક્ષના નિર્ણય મુજબ હવે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોએ શાસક પાટલી પર જ બેસવું પડશે. અધ્યક્ષે જણાવ્યું કે, શિવસેના એ હવે રાજયની શાસક પાર્ટી છે અને તેથી તેના વ્હીપથી જોડાઈ અલગ વલણ અપનાવે તો તે તેના પરિણામ તેણે ભોગવવા પડશે. તેઓએ પોતાના ચૂકાદાને 100% સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે એક પક્ષના બે વ્હીપ હોઈ શકે નહી. તમામ ધારાસભ્યોએ તેમના પક્ષના વ્હીપના આદેશ માનવો પડશે.
હું બંધારણ- વિધાનસભાના નિયમો અને સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ આગળ વધ્યો છે. તેઓએ કહ્યું કે ભરત ગાગાવાલેની વ્હીપ તરીકેની નિયુક્તિને સુપ્રીમ કોર્ટે ગેરકાનુની ગણાવી નથી અને એ જે તે રાજકીય પક્ષ દ્વારા પરત કરાયેલા વ્હીપને માન્ય રાખ્યા છે. શિવસેનાનુ 1999ના બંધારણને ચુંટણી પંચે માન્ય રાખ્યું છે. જેને અધ્યક્ષ ફોલો કરશે. શિવસેના 2013થી 2018 વચ્ચે કોઈ સંગઠનાત્મક ચુંટણીઓ યોજાઈ જ નથી અને તેથી ઉદ્ધવ ઠાકરે ને વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેને સેનાના વિધાનસભા પક્ષના નેતાપદેથી હટાવાનો અધિકાર જ નથી.