દહેગામના લિહોડામાં લઠ્ઠાકાંડને પગલે જિલ્લા પોલીસે 7 બુટલેગરોને દબોચી લીધા હતા.ગાંધીનગરના રખિયાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી દારૂના અડ્ડા તેમજ દારૂ પીનારાઓની શોધખોળ શરૂ કરી હતી. લિહોડા લઠ્ઠાકાંડને પગલે જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઇ છે,
પોલીસનું કહેવું છે કે એફએસએલ રીપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી આવી નથી જેથી લઠ્ઠો નથી. ઉત્તરાયણની રાત્રે દારૂ પીધા બાદ 9 જેટલા લોકોની તબિયત લથડી હતી. જે પૈકી બેના મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય 7 લોકોને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.દારૂ પીનારા 7 લોકો સિવિલમાં સારવાર હેઠળ છે.પોલીસનું કહેવું છે કે એફએસએલ રીપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી આવી નથી જેથી લઠ્ઠો નથી.