ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ રોડ પર મોટરસાઇકલ અકસ્માતની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે રોડ ઉપર લોકો ટોળે વળ્યાં હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના કુંભારવાડા,ખાર વિસ્તારમાં આવેલ બજરંગનગરમાં રહેતો પરપ્રાંતીય યુવક સંજયભાઈ શિવપ્રસાદ વર્મા ( ઉં. વ.૧૯ ) આજે સવારના સમયે તેનું મોટરસાઇકલ નં. જી.જે.૦૪-ઇ.એચ.-૧૯૫૧ લઈને મોતીતળાવ રોડ પ આવેલ રામદેવપીરના મંદિર પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટરસાઇકલનો અકસ્માત થતા સંજયભાઈને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પગલે સ્થનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકના મૃતદેહને પૂ.એમ.અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.