અયોધ્યામાં એક બાજુ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ દર મહિને સુંદર કાંડના પાઠની જાહેરાત કરતાં અસદુદીન ઔવૈસી ભડકી ગયા છે અને તેમણે આમ આદમી પાર્ટીને આરએસએસનું નાનું રિચાર્જ કહી કટાક્ષ કર્યો હતો. ત્યાં સુધી કે ઓયૈસીએ એવો વ્યંગ કર્યો હતો કે વિપક્ષી દળ પણ પીએમ મોદીના એજન્ડા પર ચાલી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે દેશના મુસલમાન અને સેક્યુલર વિચારધારાવાળા હિન્દુઓ જોઇ લે કે દેશમાં કેવી રીતે હિન્દુત્વના સ્પર્ધા થઇ રહી છે. ઓવૈસીએ પ્રહારો કર્યા હતા કે આ લોકોએ બિલકીસ બાનુના મુદા પર ચુપ રહે છે અને કહે છે કે તેઓ માત્ર શિક્ષણ અને હેલ્થના મામલે વાત કરવા ઇચ્છે છે તો શું સુંદર કાંડના પાઠ શિક્ષણ કે હેલ્થ છે? અસલી વાત તો એ છે કે તેમને ન્યાયથી પરહેજ છે. સંઘના એજન્ડાને સાથ આપે છે.
ઓયૈસીના વાક પ્રહાર પર આમ આદમી પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે જવાબ આપ્યો હતો કે મને નથી લાગતું કે તેમને જવાબ આપવો જોઇએ. હું ભગવાન હનુમાનને પ્રાર્થના કરીશ કે તેમને આશિર્વાદ આપે. કોઇપણ રાજનીતિક દળે સુંદરકાંડ જેવા સારા કાર્યક્રમો પર વાંધો ન રજૂ કરવો જોઇએ. આ બાબત ઠીક નથી.