કબુતરબાજી કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ-SMCએ વોન્ટેડ 6 આરોપીઓના ફોટા સાથે નામ સરનામાં જાહેર કર્યા છે, સાથે જ આ આરોપીઓની માહિતી આપનારને માટે ઇનામની પણ જાહેરાત કરી છે. 6 આરોપીઓની માહિતી આપનાર વ્યક્તિને દરેક માટે રૂ.25000/-નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
આરોપીઓની વિગત : રજની ઉર્ફે સન્ની દિનકરભાઇ પટેલ (રહે. કેલીયા-વાસણા, મોટો ભાગ, રામજી મંદિર પાસે, તા.ધોળકા જિ.અમદાવાદ.), રાકેશ રાય ઉર્ફે રોબોર્ટ, (રહે. ૭૨, પામ એપાર્ટમેન્ટ, સેક્ટર-૦૬, દ્વારકા, ન્યુ દિલ્લી.), બિપિન સોમાભાઈ દરજી, રહે. (સી/૧૮, આસ્થા નિવાસ બંગ્લોઝ, કાશી વિશ્વનાથ મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા. મુળ રહે. ગામ આખજ, તા.જિ.મહેસાણા.), અમનદીપ અમરજીત સિંઘ, (રહે. બી-૧૮૯ ફતેહનગર, ન્યુ દીલ્હી) , પંકજ શંકરલાલ પટેલ, (૩૫ વાત્સલ્યા વાટીકા, બુડાસણ રોડ, કડી, તા. કડી, મહેસાણા), ઝાકિર ઉર્ફે રાજુભાઇ યુસુફ શેખ (૭૦૪/એ, શેફર્ડ રેસીડન્સી, મીઠાનગર, ગોરેગાઉ વેસ્ટ, મુંબઈ)